જે પ્રકારે લોન ફ્રોડ જેવી ઘટનાઓ બનતી હોય
છે લગભગ તેવી જ મોડસ ઓપરેન્ડી સાથે ઇન્શ્યોરંન્સ ફ્રોડ પણ સાયબર ક્રિમીનલ્સનુ
હાથવગુ હથિયાર છે. લાઇફ ઇન્શ્યોરંન્સ કે હેલ્થ ઇન્શ્યોરંન્સના બહાને બનાવટી વિમા
અધિકારી/ એજન્ટ બનીને સંપર્ક સાધે છે. નવા ઇન્શ્યોરંન્સ અથવા તો વર્તમાન
ઇન્શ્યોરંન્સ અંગે સાચી-ખોટી માહિતીની આપ-લે કરીને ગુનાહિત કૃત્યની શરૂઆત કરે છે.
આવા સાયબર ક્રિમીનલ્સ નકલી વિમા અધિકારી/ એજન્ટ બનીને લોભામણી ઓફર, રીફંડ જેવી લાલચ વડે તમારો વિશ્વાસ કેળવીને વિમાના હપ્તા પેટે કે પછી સિક્યોરીટી ડિપોઝીટ પેટે સારૂ રીફંડ અપાવવાની લાલચે કે સસ્તી ઇન્શ્યોરંન્સ જેવી યોજનાના બહાના હેઠળ વિમાધારક પાસેથી જુદા-જુદા ચાર્જ પેટે રકમ મેળવીને આર્થિક નુકશાન પહોંચાડવાની ગેરકાયદે પ્રવૃત્તિ કરે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો