શુક્રવાર, 6 માર્ચ, 2020

નોકરી આપવાના બહાને થઈ રહેલ છેતરપીંડી

નોકરી આપવાના બહાને થઈ રહેલ છેતરપીંડીની આ છે નિશાનીઓ.
કંપની સામેથી તમારો સંપર્ક કરે છે
બહુ જ મોટી રકમનો પગાર આપવાની વાત.
નોકરીનું સ્થળ પણ તમારા જ વતનમાં.
ફોન ઉપર ઈન્ટરવ્યુ અને તરત જ નોકરી.
અવનવા બહાને નાણાંની અવારનવાર માંગણી.

તમને નોકરી આપતી કંપની તરફથી આવતાં બનાવટી ઈમેઈલ એડ્રેસ કંઈક આવા હોય છે.
          hr.tatamotors@gmail.com | shinejob@outlook.com 
          અહી જરા થોભી સાયબર ક્રાઈમ સેલ ભરૂચ ની સલાહ માનો કે આટલી મોટી વિખ્યાત કંપની શા માટે Gmail ની મફત ઈમેઈલ સેવા વાપરે ? કંપની પોતાના વેબમેઈલમાંથી જ મેઈલ કરતી હોય છે.જો સાચો મેઈલ હોય તો તે કંઈક આવો હોવો જોઈએ. 
          hr.job@tatamotors.com  |  vacancy@bajajauto.co.in 
          ઈમેઈલમાં નોકરી આપતી કે નોકરીના પ્લેસમેન્ટની કંપનીનું નામ @ પછી હોયપહેલા નહિ.

TinyURL થી થતા ક્રાઇમ

     આજકાલ લોકોને કોઈપણ ઓનલાઈન એપ એક્ટીવ કરવાના કે નાણાંકીય વ્યવહાર કરવાની સગવડ આપતી એપ્લીકેશન એક્ટીવ કરવા કે ડાઉનલોડ કરવાના બહાના હેઠળ લીન્ક મોકલવામાં આવતી હોય છે.આવી લીંકો મોટાભાગે અસલ લીંકને નાની કરીને એટલે કે ટીની યુઆરએલ તરીકે મોકલાય છે.
      આવા ટીની યુઆરએલ પાછળ ખરેખર કઈ વેબસાઈટ છે? તે જાણવા માટે www.getlinkinfo.com પર જઈ એ લીંકને પેસ્ટ કરો અને તેના પરિણામમાં આવતી વેબસાઈટ જો વિશ્વસનીય હોય તો જ આગળ વધો.આવી કોઈ પણ લીંક સીધી જ મોબાઈલ ફોનમાંથી ખોલતાં પહેલા અન્ય ડીવાઈસમાં આ વેબસાઈટની મદદની ખરાઈ કરી લેવા વિનંતી છે.

બાળકોને સાઇબર બુલિંગથી કેવી રીતે બચાવવુ

  બાળકોને સાઇબર બુલિંગથી બચાવવા માટે જે તે પેરેન્ટ્સને સાઇબર ક્રાઇમ વિશેની વિશેષ જાણકારી હોવી જોઈએ. પેરેન્ટ્સ પોતાનાં બાળકોને ઓનલાઇન બનતી ઘટ...